"એક ઘેરો રંગ છે મારી ભીતર, મૌન છે પણ તંગ છે મારી ભીતર. હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી , જીભ પણ બેઢંગ છે મારી ભીતર. લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં, જો, નિશા અડબંગ છે મારી ભીતર. ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું, આયનાઓ દંગ છે મારી ભીતર. બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ મન-હૃદયની સંગ છે મારી ભીતર "
"ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા, મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !" |