કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ, ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ. ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની, છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ, જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ, ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ, ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન, ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ, ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ, રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ. જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ, એ હમસફર બને "મુસ્તાક" એની રાહ જોઇ ને ઊભો છુઁ. |