નસીબ ને શો દોષ આપવો, એ તો મારા હાથમાં છે. પ્રભુએ નસીબથી આપેલી બાજી, તે કઇ રીતે રમવી એ મારા હાથમાં છે.
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી |