હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય મનમાં ઉંડે સુધી ફકત તારા સ્મરણ ગયા હોય અને સાથે તું હોય
ઝાંકળથી ભીંજાયેલ સુંદર એવી પ્રભાત હોય આકાશમાં ઉષાના ફેલાયેલા રંગો સાત હોય અને સાથે તું હોય
સાંજનો ઢળતો સોનેરી સુરજ પિગળતો હોય "દેવ" તે જોઇ તારા રુપમાં નીતરતો હોય અને સાથે તું હોય
શાંત કોઇ દરિયા કિનારે માઝમ રાત હોય મોજાઓની કિનારા સાથે મીઠી મુલાકાત હોય અને સાથે તું હોય
મંજીલની તલાશમાં "દેવ" ભટકતો હોય તને જોવા માટે દરેક ક્ષણે અટકતો હોય અને સાથે તું હોય
જીવનમાં શું જોઇએ આનાથી વિશેષ ? પ્રેમ સિવાય કશું નહી રહે શેષ.... જો મારી જીંદગીમાં તું હોય |