જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો કેમ કરી ઊતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ? ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી આપણી વચાળે જરી પ્રેમ છે ? |