છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઈએ છે? ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઈ જવાના? બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઈએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની, નથી કાંઈ પતંગની દોર, ઢીલ કોને જોઈએ છે?
થોડી લાગણી બતાવી, અમારે મન અહો-અહો, જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઈએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઈની યાદોને અકબંધ, નથી કાંઈ અનલ, હવે અનિલ કોને જોઈએ છે?
જિંદગીથી કંટાળી જઈશું ત્યારે ચોક્કસ યાદ કરીશું, એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઈએ છ |