સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી, ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી, નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે, બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને, શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો - કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ ! ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં, ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં, વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો, અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની, |