Saturday, January 5, 2008

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે
થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે
બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે
અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે
મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે
કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે
જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

ન સંશય છે કે ના કોઈ દ્વિધા છે,
તને મળવાની નક્કી આ જગા છે.
સળગતી રેત છે, ઊની હવા છે,
ચરણ થંભો કે આગળ ઝાંઝવાં છે.
સંબંધોની અહીં એટલી કથા છે,
અમારે શબ્દ લોહીના સગા છે.
તણખલાં નીડના વીંખી ગઈ છે,
બહુ કાતિલ; બહુ ઠંડી હવા છે.
ગમે તેને ન પૂછો પંથ મિત્રો,
અજાણ્યું શહેર છે, રસ્તા નવા છે.
શુકનવંતી ગઝલને 'મીર' વાંચો,
શ્રીફળ છે હાથમાં ને શ્રી સવા છે.

10/23/07
saumil

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?ત
ને વરસાદી વાદળના વાવડ ગમેકે
મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમેકે
છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમેકે
મારી આ કોયલનું કૂ… તને
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએતો,
કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું… તને
તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ… તને
- મુકેશ જોષી