તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ, હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ, ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ; ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ; |