ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરે ક્યાં જઇ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઇ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. એક ખૂણે આ આયખું નાનું, કેવું વીતી જાય મજાનું ! કોઇનું નહીં ફરિયાદીને કોઇનું નહીં કાજી : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. એનું નિજના રંગમાં રાતું, ખુશ્બૂભર્યું એકલું ખાતું, મસળી નાખે કોઇ તો સામે, મહેક દે તાજી તાજી ! ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…… ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:34 AM
Labels: મકરન્દ દવે