અમે એવા છઇએ : અમે એવા છઇએ. તમે માછલી માગો ને અમે દરિયો દઇએ. તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત, તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત, તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ, અમે તારા બગીચાની માલણ છઇએ. તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ, અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત, તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ, અમે તારા આકાશમાં પારેવાં છઇએ. |
Saturday, May 12, 2007
Posted by
Maulik's Blog
at
11:34 AM
Labels: સુરેશ દલાલ