Friday, May 11, 2007

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બંધ રાખીને,
ઋતુ એકજ હતી પણ રંગ નો હતો આપનો એ
મને સહેરા એ જોયો છે બાહારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બંધ રાખીને
હકીકત મા જુઓ તો એ એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બંધ રાખીને
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એને કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોય છે,