Friday, May 11, 2007

એ રીતથી પતનને ઉન્નત કરી જવાના,
વાદળનાં નીરમાં જઇ ડૂબી મરી જવાના.

કાલે સૂરજ તો ઉગશે-પણ તેથી ક્યાં છે નક્કી,
ઓ વિરહ રાત તારા દિવસ ફરી જવાના.

વરસો પુરાણો સંબંધ તોડી નથી શકાતો ,
કાંઠા પર આવી મોજાં પાછા ફરી જવાના.

મારી શિકાયતોને તો સાંભળો છો રસથી,
પણ જ્યાં ગયા અહીંથી તો વિસરી જવાના.

અમથું જગત છે એમાં અમથું જીવન જીવીએ,
એમજ "મરીઝ" એક દિન અમથા મરી જવાના.