માનવના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવના થઈ શક્યો તો...
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો....
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. માનવના થઈ શક્યો તો....
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યા મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો. માનવના થઈ શક્યો તો....
છે આજ મારા હાથમાં મહેંન્દી ભરેલા હાથ મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. માનવના થઈ શક્યો તો...
આદિલના શેર સાંભળી આશ્ચર્ય થઈ ગયું ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો. માનવના થઈ શક્યો તો.... |