અરે ઓ ગરમ મસાલેદાર વાનગી.. રાજકોટના પેંડા.. ભાવનગરના ગાંઠીયા.. જામનગરના ગુલાબજાંબુ ને વડોદરાનો ચેવડો...
ઓરી આવે તો તને વાત કહુ ખાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
વાળ તારા ખંભાતી સુતરફેણી, ગાલ તારા સુરતની ઘારી રાજકોટના પેંડા જેવી તુ છે કામણગારી માવા જેવી માદક જાણે, મોહબ્બતની મિજબાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
હોઠ તારા અમદાવાદી શરબતની દુકાન એ શરબતનો તરસ્યો છુ હું રંગીલો જુવાન પીવું પીવું પણ પ્યાસ ન બુઝે, હોઠોને હેરાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
કુંવલ સાડી હાફુસ મીઠી, ચોરવાડની કેસર કેરી ભાવનગરના ગાંઠીયા જેવી આંગળીયો અનેરી મોળો માણસ આરોગે તો આવી જાય મર્દાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
કતાર ગામની પાપડી જેવી આંખ્યુ આ અણીયાળી જામનગરના ગુલાબજાંબુ જેવી તુ રસવાળી તુજને ખાવા માટે ના લેવી પડતી પરવાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
જીભ તારી મરચું મોંઢલું બોલે બોલે તિખુ તમતમ ભેજું છે નડીયાદી ભુંસું સાવ ખાલીખમ તુ વડોદરાનો લીલો ચેવડો, ખાતા આવે તાજગી, તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
ઓરી આવે તો તને વાત કહુ ખાનગી તુ ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી |