તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ અને કહેતી ગઇ કે હવે જાઉં છું
ઝાડવાની લીલેરી માયા મને ફૂલની, સુગંધની છાયા મને
અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ અને કહેતી ગઇ કે હવે જાઉં છું
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી
હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ અને કહેતી ગઇ કે હવે જાઉં છું
----
એક એવું આપણું સગપણ હતું, લાગણી નામે તરસતું રણ હતું.
સાચવીને એટલે રાખી મૂક્યું, જિંદગીનું રેશમી પ્રકરણ હતું.
દર્દનો આધાર પણ પૂરો હતો, જીવવાનું એ જ તો કારણ હતુ.
પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય, બંધનો વિનાનું બંધારણ હતું.
--- એક એવું આપણું સગપણ હતું, લાગણી નામે તરસતું રણ હતું.
સાચવીને એટલે રાખી મૂક્યું, જિંદગીનું રેશમી પ્રકરણ હતું.
દર્દનો આધાર પણ પૂરો હતો, જીવવાનું એ જ તો કારણ હતુ.
પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય, બંધનો વિનાનું બંધારણ હતું. |