Saturday, January 5, 2008

ન સંશય છે કે ના કોઈ દ્વિધા છે,
તને મળવાની નક્કી આ જગા છે.
સળગતી રેત છે, ઊની હવા છે,
ચરણ થંભો કે આગળ ઝાંઝવાં છે.
સંબંધોની અહીં એટલી કથા છે,
અમારે શબ્દ લોહીના સગા છે.
તણખલાં નીડના વીંખી ગઈ છે,
બહુ કાતિલ; બહુ ઠંડી હવા છે.
ગમે તેને ન પૂછો પંથ મિત્રો,
અજાણ્યું શહેર છે, રસ્તા નવા છે.
શુકનવંતી ગઝલને 'મીર' વાંચો,
શ્રીફળ છે હાથમાં ને શ્રી સવા છે.

10/23/07
saumil