ચરર ચરર મારું ચકડોળ ચાલે, ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે, આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા ! ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા ! મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે, નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે; અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે. ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું, ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું; દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર - અવિનાશ વ્યાસ |