Monday, September 10, 2007

કહેવતો

- ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.
- આવડે નહી ઘેઁશ ને રાઁધવા બેસે ભેંસ.
- વારા ફરથી વારો અને મારા પછી તારો.
- વઘારેલી ખીચડી દાઢે વાળગી.
- ન બોલવામાં નવ ગુણ.
- બોલે એના બોર વેચાય.
- કાગડો દહીંથરુ લઇ ગયો.
- વિદ્યા વિનય થી શોભે છે.
- સાહસ વિના સિદ્ધિ નથી.
- કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.
- વાંદરા ને સીડી ના અપાય.
- કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
- ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
- નામ છે એનો નાશ છે.
- કુવામાં હોય તો હવાડા માં આવે.
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- મોર ના ઇંડા ચીતરવા ના પડે.
- જેવો દેશ તેવો વેશ.
- જેવો સંગ તેવો રંગ.
- જેની લાઠી એની ભેંસ.
- જેવું વાવો તેવુ લણો.
- ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
- સો વાત ની એક વાત.
- દુર થી ડુંગરા રળિયામણા.
- મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.
- સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ,
ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.
-આવડે નહિઁ ઘેઁશ (ખીચડી) ને રાઁધવા બેસ
-ડાહી સાસરે જાય નહિઁ ને ગાઁડી ને શિખામણ આપે
-ઠોઠ નિશાળા ને વત્તરણાઁ ઝાઝાઁ
-તારુઁ મારુઁ સહિયારુઁ ને મારુઁ મારાઁ બાપનુઁ
-હઁગીને આહડવા બેસવુઁ
-હાલ હાલ હલ્લુની માશી (હાલતો થા)
-ગાજ્યાઁ વરસાદ વરસે નહિઁ ને ભસ્યાઁ કુતરાઁ કરડે નહિઁ
-ઘી ઢોળાયુઁ તો ખીચડી માઁ
-પેટ કરાવે વેઁઠ
-દીધે પે દયા ભલી
-ઘરના છોકરાઁ ઘઁટી ચાટે
-ઘર બાળીને તીરથ ન કરાય
-ગામના મહેલ જોઈને આપણાઁ ઝુપડાઁ તોડી ન નખા.
· થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
· થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
· થાકશે, ત્યારે પાકશે.
· વાર્યાં ના વરે, હાર્યાં વરે.
· થોડું બોલે તે થાંભલો કોરે.
· થોડું સો મીઠું.
· થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
· થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
· થોડે નફે બમણો વકરો.
· થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
· થોડે બોલે થોડું ખાય.
· થોડે થોડે ઠીક જ થાય.
· પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
· અંતે ધર્મો જય, પાપો ક્ષય.
· ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
· અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.