Everyday whenever i logged into internet, i came across many gujarati poems, Ghazals, Articles. So many Gujarati Reader are writing so many wonderful things on the net. They are doing tremendous effort to convert and write it in Gujarati Font.
Salute to Those Known/Unknown Lovers of Gujarati.
રસ્તા ઉપર આમ ને આમ ભેટી પડીએ, પછી કીનારે ઉભા રહી, એકમેક ના હાથ પકડી, ચાલ દોડી જઈએ સામેથી ઉછળી આવતા, મોજા ની સામે; બધા ની આંખો માં આપણે બે, પણ આપણે બેફીકર, ચાલ ખુલ્લેઆમ પ્રેમ કરીએ; જાણીતી બધીજ નજરો માં ખૂંચી તેમના કોચવાત દાંત સામે, ખુલ્લેઆમ હસીને, જોર જોર થી! ભીંજાઈ ગયેલો મારો પાલવ તારા સવારેજ પોલીશ કરાવેલા ભીંજયેલા બૂટ ને છુપાડ્યા વગર થોડીક ઉડતી રેતી ના કણ ને એ ભીનાશ માં સાચવતા ચાલ,ફરી પાછા છૂટા પડીએ ખુલ્લેઆમ!