Saturday, July 21, 2007

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.


પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ


બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું

ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

રૂપ કૈફી હતું, આંખો ધેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

શબ્દો જેવા કાગળ પરના ઘાવ હજી પણ તાજા છે,
પાણી જેવા ઝાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

વાત પ્રસંગોની ને સામે ચોમાસું ભરપૂર હતું,
‘કોઈ નથી’ની અટકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

નથી નીકળતા લીલા શ્વાસો એક અજાણ્યા ચહેરાના,
આંસુ જેવા મૃગજળ પરના ઘાવ હજી પણ તાજા છે

હતી ઉદાસી આંખોમાં પણ ચહેરે જુદો ભાવ હતો,
કોઈ તૂટેલી સાંકળ પરના ઘાવ હજી પણ તાજા છે.

કિરણ આવ્યાં તો અંઘારા કરમ ઓગાળવા આવ્યાં,
આ ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં !

કહી દીધું ખરેખર સ્પર્શને : આજે ઝૂકીશું નહિ,
છુઈમુઈનાં પર્ણો જો ! શરમ ઓગાળવા આવ્યાં.

હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા.

અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુ:ખ છે પ્રેમ,
ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.

અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં ?
તમારી પાસે આવ્યા તો અહમ્ ઓગાળવા આવ્યા.

ઉદ્ધતાઈ દાખવે તો એને કહેવું પણ પડે,
ને રડે તો શબ્દનું ઉપરાણું લેવું પણ પડે.

આખરી ઈચ્છા જો નિર્મળ જળ થવાની હોય તો,
પથ્થરોની વચ્ચે થઈને એણે વહેવું પણ પડે.

કંપ ભીતરના જ તો ભારે ભયાનક હોય છે,
જણ હો સાંગોપાંગ એક બહુમાળી જેવું, પણ પડે.

ચાહવાનો વણલખ્યો એક જ નિયમ છે દોસ્તો !
લાગણીના સાવ ચંચળ સ્તરને સહેવું પણ પડે.

પ્રાર્થનાના આર્તનાદ ઉપર સુધી પહોંચ્યા તો છે,
શક્ય છે કે આ વખત વરસાદ જેવું પણ પડે.

કેવી છે રફતાર ! ચિંતા છે સફરમાં શું થશે !
કાચબાની પીઠ ઉપર રાત રહેવું પણ પડે.

કોઈ ક્ષણ પર જિંદગી એવો દગો દઈ દે કદાચ !
ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે એને દેવું પણ પડે.

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

કમાલ કરે છે,કમાલ કરે છે,
એક ડોસી ડોસા ને હજુ પ્યાર કરે છે.
ડોસો જાગે, ત્યારે ચશ્મા આપે ને બ્રશ ઉપર પેસ્ટ
ને લગાડે,લોકો નુ કેવુ છે આમ કરી ડોસી તો ડોસા ને
શાને બગાડે.

હળવે હળવે શીત લહેર મા ઝુમી રહી છે ડાળો
સન્ગાથે સુખ શોધીએ રચીએ એક હુન્ફાળો માળો



એકમેક ને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે
મનગમતા માળાનુ સપનુ જોયુ છે સન્ગાથે
અણગમતુ જ્યા હોયે કશુ ના
માળો એક હુન્ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો

મનગમતી ક્શન ના ચણચણીએ
ના કરશુ ફરિયાદ;
મખમલ મખમલ પીન્છા વચ્ચે
રેશમી હો સન્વાદ
સપના કેરી રજાઇ ઓઢી
માણીએ સ્પર્શ સુન્વાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ
એક્મેકના સાથમા શોભે વ્રુક્શ ને વીટી વેલ
મનહર મદભર સુન્દરતામા હોયે આપણો ફાળો
સન્ગાથે સુખ શોધીએ
રચીએ એક હુન્ફાળો માળો!!

તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે.......

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને
મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે
મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે
ચાન્દની ને હળવેથી નામ એક આપીને
લ્યો અમે તો આ ચાલ્યા

જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ
સાચવી ને રાખ્યુ તુ અશ્રુ એક સાર્યુ હતુ
ડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા

ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી
એક નો પર્યાય થાય બીજુ
આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો
ભલે હોઠોથી બોલે કે ખીજુ

ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ
અન્તે તો હેમ નુ હેમ,
એમ પુછી ને થાય નહિ પ્રેમ

ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી
કાયમ ન રહેશો પ્રવાસી
મન મુકી મોરશો તો મળશે મુકામ
એનુ સરનામુ સામી અગાશી

મનગમતો મોગરો મળશે વટાવશો
વાન્ધાની વાડ જેમ જેમ!
એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

Friday, July 20, 2007

રસ્તા ઉપર આમ ને આમ ભેટી પડીએ,
પછી કીનારે ઉભા રહી,
એકમેક ના હાથ પકડી,
ચાલ દોડી જઈએ સામેથી ઉછળી આવતા,
મોજા ની સામે;
બધા ની આંખો માં આપણે બે,
પણ આપણે બેફીકર,
ચાલ ખુલ્લેઆમ પ્રેમ કરીએ;
જાણીતી બધીજ નજરો માં ખૂંચી
તેમના કોચવાત દાંત સામે,
ખુલ્લેઆમ હસીને, જોર જોર થી!
ભીંજાઈ ગયેલો મારો પાલવ
તારા સવારેજ પોલીશ કરાવેલા
ભીંજયેલા બૂટ ને
છુપાડ્યા વગર
થોડીક ઉડતી રેતી ના કણ ને
એ ભીનાશ માં સાચવતા
ચાલ,ફરી પાછા છૂટા પડીએ ખુલ્લેઆમ!

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.

કેટલુ સમજાવશે એ લોકને તું પણ "અદીલ"
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

Thursday, July 19, 2007

આશ્ચર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે,
ખાલીપણાનું ભાન કોઈને નડે નહીં.

વનમાં, ભૂલીને ભાન, રઝળતા પ્રવાસને,
ઊડતાં ઝીણાં પતંગિયા નજરે ચડે નહીં.

દૃશ્યોની પાર જાઉં છું ક્યારેક ટહેલવા,
આંખો મીંચાઈ જાય પછી ઊઘડે નહીં.

મારી લથડતી ચાલના કારણમાં એટલું,
હોવાપણાનો ભાર હવે ઉપડે નહીં.

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.

Monday, July 9, 2007

મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી,
એક રસ્તો છે.

મારી સથે છેવટ સુધી બોલે એવું કોઇ નથી,
એક દર્પણ છે.

મારી સથે છેવટ સુધી ગય એવુ કોઇ નથી,
એક મૌન જ છે.

મારી સથે છેવટ સુધી રુએ એવું કોઇ નથી,
આ આંખો છે.

મારી સાથે છેવત સુધી સૂવે એવું કોઇ નથી,
એકલતા છે.

હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.