Tuesday, May 29, 2007

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે
શૂલી પર આમ ચડી, શાને લોકો જીંદગી ને ધોખો આપે?

શ્વાસ ને આપી દઇ, પ્રેમ ને જૂલ્મી ઠેરાવે છે
અપ્સરા ની આશા મા,શાને લોકો જન્નત મા જવા માંગે?

હ્રુદય ને ચીરી ને, પ્રેમ ની તરસ છીપાવે છે
પોતના દેહ ને માણવા ને બદલે,શાને લોકો એને નશ્વર માને?

દોસ્ત જરા જીવી ને તો જો, પ્રેમ નો એહ્સાસ જ અદભુત છે
સાત જન્મ પણ ખુટી જશે, શાને લોકો મારી વાત ના માને?

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?

શબ્દમાં રણક્યાં કર્યું એ શું હતું
કાળજે સણક્યાં કર્યું એ શું હતું

અળગું કરવાની કસમ લેવા છતાં
મનને જે વળગ્યા કર્યું એ શું હતું

ઠારવાને જલ નહીં લોહી વહ્યું
તોય જે સળગ્યા કર્યું એ શું હતું

વિશ્વ જીતીને લઈ આવ્યા તમે
તોય મન ઝંખ્યા કર્યું એ શું હતું

સુખની સુંવાળી નરમ ચાદર મહીં
શૂળ શું ડંખ્યા કર્યું એ શું હતું

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું 'સૈફ' હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છ

Thursday, May 24, 2007

"એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.
હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર "

"ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !"

શું કહું - છે શી અસર, એક તારા સ્મિતની;
આયખું આખુય વીતે, એક પળમાં જાણે બસ એમ જ

સોનેરી સુરજ, ગુલાબી સન્ધ્યા, ને રુપેરી ચન્દ્ર્મા;
મન્ત્રમુગ્ધ છે સૌ અહિં, તુજ રુપથી જાણે બસ એમ જ

ના ઢાંક નમણા હાથે, રુપાળા વદનને તું;
કંઇ કેટલાં 'દેવો' શ્વસે છે, જોઇ તુજને બસ એમ જ

ન ગેરસમજ કરશો, નથી આ વર્ણન 'દેવ'ના પ્રેમનું,
આ તો કલમ-પ્રયોગનું, કંઇ મન થયું'તુ આજે બસ એમ જ

હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય
મનમાં ઉંડે સુધી ફકત તારા સ્મરણ ગયા હોય
અને સાથે તું હોય

ઝાંકળથી ભીંજાયેલ સુંદર એવી પ્રભાત હોય
આકાશમાં ઉષાના ફેલાયેલા રંગો સાત હોય
અને સાથે તું હોય

સાંજનો ઢળતો સોનેરી સુરજ પિગળતો હોય
"દેવ" તે જોઇ તારા રુપમાં નીતરતો હોય
અને સાથે તું હોય

શાંત કોઇ દરિયા કિનારે માઝમ રાત હોય
મોજાઓની કિનારા સાથે મીઠી મુલાકાત હોય
અને સાથે તું હોય

મંજીલની તલાશમાં "દેવ" ભટકતો હોય
તને જોવા માટે દરેક ક્ષણે અટકતો હોય
અને સાથે તું હોય

જીવનમાં શું જોઇએ આનાથી વિશેષ ?
પ્રેમ સિવાય કશું નહી રહે શેષ....
જો મારી જીંદગીમાં તું હોય

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે?
પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે?
પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને
બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે?
હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં
ભુલી ગયો તને એમ બોલું ખોટું તો તારો જવાબ શુ હશે?
હજી પણ દિલમાં ઘૂઘવે છે આશાનો સાગર
પ્રેમથી તરબતર ગુલાબ આપુ, તો તારો જવાબ શું હશે?



છેતરે છે લોકો મને છેતરાતો આવ્યો છુ,
લુટે છે લોકો મને, લુટાતો આવ્યો છુ,
નથી આપવાને તુજને કઈ,
પરન્તુ આપવાને તુજને કઈ વેચાતો આવ્યો છુ
મેળવી શકી નથી મન્જિલે પ્રેમ,
ને જમાના મા બદનામ થતો આવ્યો છુ.

મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને
હું બેઠો છું નદીકાંઠે લઇ ખોળામાં સંધ્યાને
હવે મોડા પડો તો પૂછજો બાળકને સરનામું
કદાચિત ઓળખે એનાં રહસ્યો આ સમસ્યા ને


ચાહું છું કોઇમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઇનો એ રીતે સહારો લઇ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઇ લે


ચાહું છું એટલું રંગીન જીવન થઇ જાયે
વેદીઆ મારી તબિયતને ‘ગુલાબી’ કહી દે
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઇ
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે


મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?


એ રીતે તારા ભરોસે હું જીવું છું જીવન
જાણે પડતો કોઇ આધારને પકડી લે છે
દિલને દઇ જાય છે એ રીતે તું રંગીન ફરેબ
જાણે બાળક કોઇ અંગારને પકડી લે છે


સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદની કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

નસીબ ને શો દોષ આપવો,
એ તો મારા હાથમાં છે.
પ્રભુએ નસીબથી આપેલી બાજી,
તે કઇ રીતે રમવી એ મારા હાથમાં છે.

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી

હું તમને ચાહું છું એવું કહેવાની જરુર નથી કંઇ
બોલવાની જરુર નથી
પ્રેમમાં નયનોની ભાષા હોય છે.
કંઇ બોલવાની જરુર નથી.
નજર ન દોડાવો અહીં-તહીં
પ્રેમને શોધવાની જરુર નથી.
પ્રેમ તો આપોઆપ થઇ જાય છે,
પ્રેમમાં પડવાની જરુર નથી.
જિંદગી જીવો બસ પ્રેમથી
પ્રેમમાં ચિંતાની જરુર નથી.
કિંમત હોય તો પામી શકો ગમે તેને,
એમાં ભલામણની જરુર નથી.
જંગ નથી કોઇ,
જીતી લેવાની જરુર નથી,
બળજબરીની જરુર નથી.
લાગણીની ભાષા કાફી છે અહીં
પાગલ બનવાની જરુર નથી.....

સમાન્ન્તર રેખાઓ જેવા
આપણા સમ્બન્ધો ને
એક જ આશા
કે
અનન્ત અન્તરે પણ
મળશુ તો
ખરા.

ચાળણી ની જેમ
વીંધતો
વરસાદ જ્યારે
શરીર ની
આરપાર નીકળતો’તો
ત્યારે
આપણા
અબોલા વખતે
તમે
છોડેલા વાગ્બાણો
યાદ
આવતા’તા.

દિલમાં જ્યાં સુધી તારી યાદ રહેશે,
આંખમાં ત્યાં સુધી આંસું રહેશે.
તને મારે હવે ભૂલવી કઇ રીતે ?
ભૂતકાળ તો સદા ઊછળતો રહેશે.
વરસો વીતી જાશે તારી જુદાઇના,
તો પણ સફરમાં તારો સથવારો રહેશે.
મેઘની માફક આંસુ પણ વરસે છે,
સ્વાદ જળનો જરા અલગ રહેશે.
ધારેલું ક્યારેય સફળ થતું નથી,
રસ્તા વચ્ચે તારું મિલન થતું રહેશે.
મળે જો પાંખોને અહીં થોડી હવા,
આકાશે આ પારેવું ઊડતું રહેશે....

કોઈ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરના વાયરસ એ મોકલે ઈ-મેલમાં.
ખાનગી વાતો બધી કરતા રહે એ ફોરવર્ડ,
બેવફાઈને નવો રસ્તો મળે ઈ-મેલમાં.
હોટ મેલે મળશે અથવા મળશે યાહૂ ડોટ પર,
મોટા ભાગે બે જ સરનામા હશે ઈ-મેલમાં.
જોતજોતામાં પડછાયા દિગંબર થૈ જતા,
ક્લિક કરો ને આવરણ સૌ ઊતરે ઈ-મેલમાં.
રાતદિવસ અક્ષરો ઘૂંટાય છે કી બોર્ડ પર,
સ્પર્શ એના ટેરવાંઓનો હશે ઈ-મેલમાં.
હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.
જોતજોતામાં ગઝલ ઈ-મેલની આવી ચડી,
બેઠા બેઠા મોકલું તેને બધે ઈ-મેલમાં.
શું કરી શકીએ પછી આદિલ જો સરવર ડાઉન હો?
કાગળો હાથે લખ્યા ક્યાં જૈ શકે ઈ-મેલમાં?!

Saturday, May 19, 2007

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યના કેમ વણેશ ?
શબ્દ કેરો શઢ ક્યમ થાય ? આકાશ તે ક્યમ તોળ્યું જાય ?
એવું વચન અણલિંગી તણું, અખા નહીં કો પર-આપણું.
ધને, તને, કો મોટા કુળે, કો વિદ્યા કો ખાંડાબળે.
એ મોટમ સઘળી જાયે ટળી, જ્યમ આતશબાજી પલકે બળી.
અખા કારણ વિના વડપણ તે વડું, જ્યમ સ્વલ્પમૂલ્ય તારે તુંબડું.

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખ પુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ.
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે,
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા ?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.

જે સપનું ચાંદનીનું છે
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળામુક્તકો - શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાંઆગને પણ ફેરવીશું બાગમાંસર કરીશું આખરે સૌ મોરચામોતને પણ આવવા દો લાગમાં.મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશુંરહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશુંઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગરકિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.- શેખાદમ આબુવાલા

જા ભલે અંધારઘેર્યા આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું જો હોય દિલમાં ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

તાજમહાલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

ગાંધી
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

એકવખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને
ને પછી ભરતો રહયો'તો હોટેલનાં બિલ, એ હજુયે યાદ છે મને



હતા તારા ચહેરા પરે બે ખિલ, એ હજુયે યાદ છે મને
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ, એ હજુયે યાદ છે મને



ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને
ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ, એ હજુયે યાદ છે મને



માનતો'તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં, હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ, એ હજુયે યાદ છે મને


ને મીલવવી હતી આખથી આખડી મારે, એ હજુયે યાદ છે મને

સુંદર જો હો તબીબ તો છે એક વાત નો ડર..
સાજા થવાની કોઇ ઉતાવળ નહી કરે"

તારો ને મારો મેળ નહી ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની તને સારવારની...

ઉપચારકો ગયા અને આરમ થઇ ગયો..,
પીડા જ રામબાણ હતી કોણ માનશે.....

કોઇ જઇને સમજવો ઉપચારકોને.,
ચીકીત્સા નકામી છે ખોટા નીદાને....

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી

આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.....

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

'રૂસવા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે...જન સૌ જાય...
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે... જન સૌ જાય...
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે ... જન સૌ જાય...
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે... જન સૌ જાય...
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે... જન સૌ જાય...
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે... જન સૌ જાય...
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે... જન સૌ જાય...
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે... જન સૌ જાય...
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે... જન સૌ જાય...
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે... જન સૌ જાય...
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે... જન સૌ જાય...
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે... જન સૌ જાય...

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું


મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું


જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું


સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું


સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

પૈસા પૈસા સહુ ચાહે,
પણ એ છે હાથનો મેલ,
સઘળું અહીં રહી જશે,
પૂરો થાશે જીવન ખેલ.


ઢાઈ અક્ષર પ્રેમનાં,
પઢી પઢી પછતાય,
જો લક્ષ્મી ગાંઠ ના રહી,
તો ગૃહલક્ષ્મી પણ જાય.


એક પેટે દાણો નહીં,
દૂજે ભર્યા ભંડાર!
કાહે ઐસી દુઃસંગતી,
ચેતન કર તું વિચાર.

ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં,
આપણા સંબંધને છે અનોખી દુનિયા,

યુગ યુગના સથવારે બંધાયેલો,
એક-બીજાના વિશ્વાસે બંધાયેલો.
એક-બીજાની તરસ છીપાવતો,
એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો,
એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો,
એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો,

એવો છે આ આપણો સંબંધ,
જે છે બધા સંબંધમા ન્યારો,
લાગે આ હ્યદયને બહુ પ્યારો,
લાગણીઓને તાંતણે બંધાયેલો,
ઉરની ઉર્મીઓને ઉછેરતો...!

નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ,
શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે..
જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ..
કુદરતની દરેક લીલા..
ઇશ્વરનું સનાત્તન સત્ય,
જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!!

સ્વાર્થી સંબંધોની આ દુનિયામાં,
આપણા સંબંધને છે અનોખી દુનિયા,

યુગ યુગના સથવારે બંધાયેલો,
એક-બીજાના વિશ્વાસે બંધાયેલો.
એક-બીજાની તરસ છીપાવતો,
એક-બીજાના સુખ-દુઃખની સંગાથે પાંગરેલો,
એક-બીજાના શ્વાસના તાંતણે બંધાયેલો,
એક-બીજાના બોલના સહારે ભવસાગર તરતો,

એવો છે આ આપણો સંબંધ,
જે છે બધા સંબંધમા ન્યારો,
લાગે આ હ્યદયને બહુ પ્યારો,
લાગણીઓને તાંતણે બંધાયેલો,
ઉરની ઉર્મીઓને ઉછેરતો...!

નામ ના આપી શકાય એવો આ આપણો પ્રેમ,
શબ્દો અને કલ્પનાઓ કુંઠીત થઇ જાય છે..
જાણે બ્રહ્નાંડની દરેક ઉર્મીઓ..
કુદરતની દરેક લીલા..
ઇશ્વરનું સનાત્તન સત્ય,
જેવો આ પ્રેમનો સંબંધ આપણો...!!

સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું,
બળબળતા ઝરણાનું પાણી અમરત માની પીધું !

આવળ-બાવળનાં ફુલોમાં રુપ ગુલાબી દીઠાં,
વનવગડામાં ભમતાં લાગે ચણીબોર પણ મીઠાં !
ક્ષણ ક્ષણ જીવને ડંખે એવું કરમ ન એકે કીધું…….સહજ.

ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું,મણની લાલચ છોડી
આતમને અજવાળે મેં તો ધરમ-ધજાયું ખોડી !
આડો-અવળો મારગ મેલી જાવું છે ઘર સીધું !…સહજ

આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી,
હોય તો પણ એ તને કહેવું નથી, કહેવું નથી.

છે નકી ઝાકળ સરીખો પ્રેમ વેચાતો અહીં,
દર્દ બીજાનું હવે લેવું નથી, લેવું નથી.

રોજ ઊગે ચાંદ- સૂરજ આ ધરા અજવાળવા,
શ્વાસનું તો કાયમી જેવું નથી, જેવું નથી.

હું નજર ઢાળી ધરા પર એમ બસ ફરતો રહું,
પ્રેમનાં એ દર્દને સ્હેવું નથી, સ્હેવું નથી .

ક્યાં મળે છે પાત્ર એવું, કે બધું આપી શકું,
ભીતરી ઝવેરાતને દેવું નથી, દેવું નથી.

- હરીશ પંડ્યા

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

થોક થોક પત્રોના બાંધેલા ભારાને છોડ્યા તો નિકળ્યા સંભારણા
સુકાભઠ્ઠ ખેતરમાં ચાડિયાની સાક્ષીએ લીધેલા કેવા ઓવારણા
ઝાંકળીયા સમણાં તો આવે ને જાયે ભલા, તેડે પણ કોણ હવે કાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં

વાંઘ વાંઘ ઊછળતા પ્રિત્યુના મોજાને પકડ્યાતો ફીણ વળ્યા ખારા
ઇર્ષાના તિર વડે સોસરવા વિંધાયા, રુઝાસે કેમ કરી ઘારા
શ્વાસોમાં શ્વાસ ભરી સારસની જેમ અમે ઉડેલા ઇચ્છા લઈ પાંખમાં
મૌસમ વિહોણા કોઇ વાદળાની જેમ, અમે ઓગળેલા ધુમ્મસની ઝાંખમાં
મેળા-વેળાની તમે વાતો વાગોળોને, દરિયા ઊભરાયા કરે આંખમાં

ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.

ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.

ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.

‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.
કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.

તેથી જ ક્યારેક ‘આજ’
નીરસ અને નીર્જીવ લાગે છે.

‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.

- રુચા જાની

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ,
બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

નાવ તો ઘણી આપી , એક નાવીક આપી દે.
મિત્રો ઘણા આપ્યા , એક હમસફર આપી દે.
દુઃખ તો ઘણા આપ્યા, એક હમદદૅ આપી દે.
જીંદગી તો ઘણી આપી , એક જીવ આપી દે.
ન કઇ આપી શકે તો છેલ્લે ,
નીંદર ઘણી આપી , એક "મોત" આપી દે..

આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો...
અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો...!


મિત્રો મળ્યા તા ઘણા, અને મિત્રતા પણ ઘણી ગાઢ હતી..
પણ આજે નથી કઇ કેમ, તે વિશે કઇ ખાસ નથી જાણતો...


ચાહયા હતા જેમને મે મારી જાત થી વધુ, તે બધા
આજેકોને ચાહી રહયા છે, તે વિશે કઇ ખાસ નથી જાણતો...


એટલે જ તો સંબંધોના રણમાં એકલો ભટકે છે "મંથન"
કારણ કે તે,સંબંધો નિભાવવા વિશે કઈ ખાસ નથી જાણતો...

અજાણ્યા આ જહાં ને ક્યાં ઓળખું છું?
આ રણની સૌ સુધાને ક્યાં ઓળખું છું?

વખાણે કોઈ તો હું છાતી ફુલાવું,
અહમ્ ના બુદ-બુદાને ક્યાં ઓળખું છું?

ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા.
ગરીબોની સદાને ક્યાં ઓળખું છું?

જફા એ કરતાં તો યે હું પ્રેમ આપું,
હું દિલનાં કો' ગુનાને ક્યાં ઓળખું છું?

હું જડ છું કે છું ચેતન ક્યાં છે ખબર કો'!
હું ખુદને કે ખુદાને ક્યાં ઓળખું છું?

આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું...

નદીની રેતમાં રમ્તું નગર મળે ન મળે,
ફરી અ દશ્ય સ્મ્રુતી પટ ઉપર મળે ન મળે,
ભરી લો સ્વાસમાં એની સુગંધનો દરીયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે,
પરીચીતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે,
ભરીલો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે,
વતનની ધૂળથી માથું ભરી લઉં આજ અહીં,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે,
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ન મળે............

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

ન.મો. ની કવિતા....

હુ "છે" નો માણસ છુ,
"નથી નથી" ને છેકો મુકુ,
કોઈ ઈમારત પડતી હોય,
તો ટેકો આપુ.


પ્રારબ્ધ ને અહીયા ગાઠે કોણ્?
હુ પડકાર ઝીકનારૉ માણસ છુ,
સુરજ ની આગની બીક નથી,
હુ જાતે બળનારો માણસ છુ.

ન.મો. નુ પ્રણય ગીત્...

મધરાતે કોયલ બોલે,
હૈયા ને ખોલે...
કોયલ ને કહેવુ શુ?

કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ,
ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ.

ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની,
છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ,

જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ,
ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ઊગતા ચઁદ્ર ને જોઈ ને થાય છે ઢળતા સૂરજ નુ ગુમાન,
ચઁદ્ર આથમે અને ઊગે સૂરજ એની રાહ જોઈ ને ઊભો છુઁ,

ચાલતા રસ્તા ને સમજી ને મઁઝીલ થઁભી ગયા પગલાઁ,
રસ્તાઓ ક્યારે મઁઝીલ બને એની રાહ જોઇ ને ઊભો છુઁ.

જો મઁઝીલ મળે તો કોક મુસાફર પણ મળી જશે ત્યાઁ,
એ હમસફર બને "મુસ્તાક" એની રાહ જોઇ ને ઊભો છુઁ.

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે, આ તમારું જ ઘર છે?

તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે

હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે

સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે

મને મારું મન એમ આગળ કરે છે
કે મંઝિલની જાણે કે મુજને ખબર છે!

હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે

મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.

Wednesday, May 16, 2007

અને વેદના
અજાણ્યાની સહાય
જ્યારે બની

પ્રેમ તરસ
પ્રેમની સરવાણી
જ્યારે બની

સૂરજ બેઠો
આસું સારતો હોય
કોને ખબર

ચાંદની વિના
ચંદ્ર જાણે કે પ્રેમ
વિનાના અમે

ક્યારે આવો
જાંજવાના જળની
અમને આશ

રોકાય સ્વાસ
બેચેન ધડકન
ક્યારે આવો

એવું મરણ
આવે જીવી જવાય
જીવન ફરી

ઘડિયાળ ના
બે કાંટા વચ્ચે છે,
કાળ પુરાયો.

અવાજ તારો
સાંભળી થયુ મને,
કોયલ છે કે?

રંગ બદલે
નિયોન ના, તુ પણ
એવી જ છે કે?

ફરતી પીંછી
અંધકારની, દિપ
નહી રંગાય

જાગ્યુ બાળક
દેખિ માંને મલકી
ફરીથી પોઢ્યુ

ભરું પાણીંડા
સવા લાખની મારી
ચુંદડી કોરી

નવવધુ એ
દિપ હોલવ્યો, રાત
રુપની વેલ

સુકેલી ડાળે
પોપટ બેઠો, પાન
ચોગમ લીલા

પતંગીયું ત્યાં
થયુ અલોપ, શુન્ય
ગયુ રંગાય

સ્વાસનો અંત
રાહ જોઇ કેટલી
તમે ના આવ્યા

છોડ્યો જ્યાં સાથ અચાનક કોઈએ,
મોસમ ફ્રી ગઈ,
બાગ થનગનતા રહ્યાં અને,
કળીઓ ખરી ગઈ..............

સિગારેટ સમી જિંદગી
ફૂંકો એટલી,
છે મજા.

Monday, May 14, 2007

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

જે સપનું ચાંદનીનું છે
ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા. આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:

ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.

સખી પૂછે કે આજુબાજુમાં કોઇ શિકારીના સગડ દેખાતા નથી, અને આ હરણાંઓને કોઇ બાણ પણ લાગેલું નથી. હે સખી, હું તને પૂછું છું કે કેવી રીતે તેઓના પ્રાણ ગયા હશે? બીજી સખી બહુ જ ચતુર હતી. વિચારીને આ પ્રમાણે જવાબ આપે છે:

જલ થોડા નેહ ઘણાં,
લગે પ્રીત કે બાણ;
તૂ પી, તૂ પી, કર રહે,
ઈસ બિધ તજે હૈ પ્રાણ.

હરણ અને હરણી ખૂબ જ તરસ્યાં થયાં હતાં. કંઠ સુકાતો હતો પરંતુ આ ખાબોચિયામાં બન્ને પી શકે એટલું પાણી હતું નહીં એટલે હરણ કહે છે કે પ્રિયા ! એ પાણી તું પી, અને હરણી કહે છે કે પ્રિય ! તમે પીઓ. મમતાની અને લાગણીની આ ખેંચતાણ હતી. પોતે પાણીમાં મોઢું નાખે નહીં અને એકબીજાને આંખોથી અને મોઢું હલાવીને આગ્રહ કર્યા કરે અને આમ તું પી, તું પી કરતાં પ્રાણ ખોયા. આમ પ્રણયની વાતમાં બુદ્ધિ પર સ્નેહનો વિજય થયો. આવા સ્નેહની લાગણનો સંજીવની-સ્પર્શ લોહીની લાલીમાં ભળે ત્યારે જીવન ભર્યું ભર્યું લાગે છે. તરસથી હરણના પ્રાણ જવાની ઘટનાને બરકત વીરાણી ‘બેફામ’ આ રીતે વ્યક્ત કરે છે:

હરણને પારધી મારે છે એ તો જાણતો’તો હું;
તરસ એની જ ખુદ હણશે, મને એની ખબર ન્હોતી.

તરસ પોતાને લાગી છે એના કરતાં પોતાના પ્રિય પાત્રને લાગેલી તરસ અને તેમાંથી ઉદભવતી વ્યથાએ હરણના પ્રાણને હરી લીધા છે. આવા પ્રેમી હરણાઓની જેમ, પ્રેમના દીવાનાઓના જીવ મળવાની ધટનાઓ વિરલ હોય છે. અને એ માટે ‘ઘાયલ’ સાહેબ ફરમાવે છે કે:

નથી એમ મળતા અહીં જીવ ‘ઘાયલ’,
પરસ્પર દીવાના જવલ્લે મળે છે.

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,
પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.

અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,
પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.

આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,
આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.

આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.

પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!
નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.

આમજનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ,
દંડ પણ કુદરતના ‘ઘાયલ’, સામુદાયિક હોય છે.

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

છે અલકટલકના વિચારો, શું કરું!
સર્પનો માથે છે ભારો, શું કરું!

થાઉં મારો કે તમારો, શું કરું!
ધર્મસંકટ છે પધારો, શું કરું!

જિંદગી શું, મોત પણ દે છે ન સાથ,
લઉં હવે કોનો સહારો, શું કરું!

જેમને શત્રુઓ પણ કીધા ન જાય,
મિત્ર છે એવા હજારો, શું કરું!

ઓસડો ‘ઘાયલ’, કરી જોયાં ઘણાં,
ના થયો સ્વભાવ સારો, શું કરું!

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,

ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.


તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.


ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.


મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.


મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.


જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !


લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !


તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !


મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !


સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !


કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !


'ઘાયલ'ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

જેમ ખરે છે ફુલ ખીલીને એમ અમે ખીલીને ખરવાના,
હસતે મુખે જીવન જીવવાના, હસ્તે મુખે મ્રુત્યુ મરવાના,

સાવ નવું અવતરવા માટે સાવ નવું મ્રુત્યુ મરવાના,
પ્રેમ સમંદરમાં ડૂબીને, પ્રેમ સમંદરમાં તરવાના.

આંસુ નથી ઊનાં રડવાના આહ નથી કંઠી ભરવાના,
જીવ વિરહમાં જાય ભલે ,ફરિયાદ નથી કોદિ કરવાના.

યાદ કરીને તમને હસીશું દિલના દરદને લપટી રડીશું,
રીત હજારો છે જીવનની, ઢંગ હજારો છે મરવાના.

છોડને એય દિલ આશ મિલનની,છોને ખુવારી હો તનમનની,
પરવા નથી કરતાં જીવનની , જ્યોત ઉપર બળતા પરવાના.

આંખથી આંસુ જાય વળી શું આ ભેદ ખુલ્લો થાય વળીશું,
માલમતા છે એ તો જીવનની ,દિલમાં અમે એ સંઘરવાના.

મોત ભલેને આવે છતાં આશાઓ નથી મરનાર હ્રુદયની
આંધી ભલેને લાખ ઊઠે ,એ દીપ નથી ઠાર્યા ઠરવાના.

ઝખ્મ હ્રુદયનાં ઝખ્મ નથી કઇં દાગ જિગરના દાગ નથી કઇં,
સ્વર્ગ મહીં જાવાના એતો ,કોઇએ આપ્યા છે પરવાના.

જ્યોત જડી જાશે ઝળહળતી દૂર થશે તિમિર જીવનથી,
કોડ પ્રથમ પયદા કર "ઘાયલ", તેજ જીવન પર પાથરવાના.

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં "ઘાયલ"
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.

નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે,
અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે.

નજર એક વાર શું કંઈ વાર જગતમા છેતરાઈ છે,
છતાં છોડી નથી શકતી ન જાણે શી સગાઈ છે !

નથી ઊકેલવી રહેલી અલકલટની સમસ્યાઓ,
હ્રુદય પણ ગૂંચવાયું છે,નજર પણ ગૂંચવાઈ છે.

ન દિલ મારું, ન આ દુનિયા,ન ગમ મારો ખુશી મારી,
મળી છે જિન્દગાની એ ય પણ થાપણ પરાઈ છે.

ગલત જીવન,ગલત આશા,ગલત સંસારની માયા,
અમારી સાથે આ કેવી પ્રભુ તારી ઠગાઈ છે ?

જખમને એમ દિલમાં સંઘરી બેઠા છે દીવાના,
જીવન-નિર્વાહનું જાણે સાધન છે, જિવાઈ છે.

ફના જો સાથ દેશે તો ઝલક એની બતાવીશું,
અમારી આ ફકીરી પણ અમીરીથી સવાઈ છે.

અમારે આશકોને દોસ્ત,આશા શું?નિરાશા શું?
ભલે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

જ્યાં સુધી આ રેહશે દેહ,
ત્યાં સુધી ખમવાના રેહ.

હસ્તી આંખલડીમાં નેહ,
એટલે તડકે તડકે મેહ.

આદર વિણ શું જાવું ગેહ ?
છો વરસે મોતીનાં મેહ.

અશ્રુ ઊનાં કેમ ન લાગે ?
હૈયામાં સળગે છે ચેહ.

છેતરપીંડી એ પણ કેવી ?
હાથ દે છે હૈયાને છેહ.

દ્રષ્ટિ શક્તિ,મન સંકુચિત,
છીછરા સ્નેહી, છીછરો સ્નેહ.

માનું છું હું ખેલદિલીમાં,
જોતો નથી હું હાર ફત્તેહ.

એમ દબાઇ જાય એ બીજા,
કાળ છો આપ મોતની શેહ.

એમ નહી પડે "ઘાયલ"
પડતાં પડતાં પડશે દેહ.

હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે,
સમય સમયનુ સદા કામ કરી જાય છે.

મુસીબતો મહીં જે કામ કરી જાય છે,
તમારા સમ, એ જગે નામ કરી જાય છે.

કરો જો પ્રેમ કોઈથી તો વિચારી કરજો,
એ નેકનામને બદનામ કરી જાય છે.

નજર મિલાવી શકે કોણ ભલા રૂપ થકી,
અમારું દિલ છે કે એ હામ કરી જાય છે.

ભલા શું પૂંછવૂં પ્રેમી ના બલીદાન તણું,
જવાની કેરું એ લીલામ કરી જાય છે.

મને તો જંપવા દેતું નથી હતભાગી હ્રુદય,
વ્યથા જો ભૂલથી આરામ કરી જાય છે.

સિવાય ઈશ કહો એનું કરે કોણ પૂરું
જે ખાલી ઘૂટ મહીં જામ કરી જાય છે.

તમે નિહાળી નથી વીજ નિરાશા કેરી,
એ ભસ્મીભૂત કઈં ધામ કરી જાય છે.

જમાનો કાલ હશે મારા ચરણમાં "ઘાયલ",
દમન છો આજ એ બેફામ કરી જાય છે.

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર "ઘાયલ"નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું,
ગુલ કદી ખીલ્યાં ન હો એવાં ખિલાવી જાઉં છું.

મૌનમાં ક્યારેક વાતો કંઇ સુણાવી જાઉં છું,
વાતમાં કયારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

ગૌણ છે મારી નજરમાં મિત્રના અવગુણ બધા,
પુષ્પ નજદીક હું કંટક હટાવી જાઉં છું.

તુજ મિલનમાં પણ ખરે મુજને મજા મળતી નથી,
એ જુદી છે વાત કે મનને મનાવી જાઉં છું.

હે જીવન-કડવાશ, મુજને તું નહી મારી શકે!
ઝેર જેવા ઝેરને પણ હું પચાવી જાઉં છું.

કોણ કે’છે ભાન કંઇ રહેતુ નથી પીધા પછી?
બા’ર પીને હું બરાબર ઘેર આવી જાઉં છું.

કાલ ‘ઘાયલ’, છેહ દેવાના મને તેઓ જરૂર.
આજ તો જો કે ઘણા મિત્રો બનાવી જાઉં છું.

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની,
ફરિયાદની હો વાત, કે હો વાત યાદની;
થાતી નથી મુરખને કોઇ વાતની અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.


તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.


દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે
મને તો મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું
છતાં હિમ્મત જુઓ , એ નામ ‘અમૃતલાલ’ રાખે છે.


સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા,

જીગરથી ઝંપ્‍લાવ્યું તો કિનારા દોડતા આવ્યા,

વ્યવસ્થા એમને માટે ભલા હોય શી કરવાની,

હતા મહેમાન એવા કે, ઉતારા દોડતા આવ્યા.





હવે પ્રિત ની રીત સમજાઇ છે કઇં,

હવે રીતસરની મજા લઇ રહયો છું.

હવા લીમડાની સતાવે છે ઘાયલ,

કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું.


એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !


પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.



કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !


લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !


તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !


મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !


સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !


કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !


'ઘાયલ'ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે.
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ !
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.

અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે
ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ?

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.

કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.

ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.

ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.

નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.

નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.

મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.

જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ - એ આવી નથી શકતો.

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,

પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.


અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,

પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.


આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,

આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.


આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,

ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.


પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!

નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.


આમજનતા ભોગવે છે વ્યક્તિગત કર્મોનું ફળ,

દંડ પણ કુદરતના ‘ઘાયલ’, સામુદાયિક હોય છે.

્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,

ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.


તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,

તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.


ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,

હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.


મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,

ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.


મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,

ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.


જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,

હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

છે અલકટલકના વિચારો, શું કરું!

સર્પનો માથે છે ભારો, શું કરું!


થાઉં મારો કે તમારો, શું કરું!

ધર્મસંકટ છે પધારો, શું કરું!


જિંદગી શું, મોત પણ દે છે ન સાથ,

લઉં હવે કોનો સહારો, શું કરું!


જેમને શત્રુઓ પણ કીધા ન જાય,

મિત્ર છે એવા હજારો, શું કરું!


ઓસડો ‘ઘાયલ’, કરી જોયાં ઘણાં,

ના થયો સ્વભાવ સારો, શું કરું!

ભર્યે જાવ પ્યાલી ઉપર આજ પ્યાલી,

ચહું છું હ્રદય-ભાર કરવા હું ખાલી.


કદી છે રુદન તો કદી છે ખુશાલી,

અમારા જીવનની છે વાતો નિરાલી.


સખી થય ગયા એક પળ માં સવાલી,

સમય પણ ગજબની ગયો ચાલ ચાલી!


ખરેખર નથી કોઇ કોઇનું જગમાં,

ગઇ જિંદગી પણ દઇ હાથ તાલી.


જીવનભર ગુલામી કરી તો ય ‘ઘાયલ’,

રહ્યા છેવટે હાથ ખાલીના ખાલી.

લાવ્યા છે કોણ જાણે કોને વિચાર આજે!

વાગે છે ઉરમાં ઝીણી ઝીણી સિતાર આજે.


લાવ્યો છું એની આંખોમાંથી ખુમાર આજે.

આવો, જીવન-મરણનો સમજાવું સાર આજે.


અંતરની રૂપરેખા આંખોમાં તરવરે છે,

તાદૅશ્ય છે, નજરમાં જીવન-ચિતાર આજે.


કાલે વિચાર મારા જીવન બની રહેશે,

છોને બની રહ્યું છે જીવન વિચાર આજે.


જીવન તરી રહ્યું છે મદિરાની મોજ માંહે,

પ્યાલામાં જોઉં છું હું મારો ઉગાર આજે.


આ પંથ પણ જીવનનો ‘ઘાયલ’ બહુ વિકટ છે,

કરવા પડે છે ડગલે પગલે વિચાર આજે.

નથી સમજાતું જીવે કોણ કોની મ્હેરબાની પર!

મહોબત પર જવાની કે મહોબત ખુદ જવાની પર!


હજારો વાર હું માર્યો ગયો છું મ્હેરબાની થી,

ભરોસો કેમ રાખું કોઇની હું મ્હેરબાની પર!



શીખી જા હે મરણ, આવીને મારા મિત્ર પાસેથી,

પ્રહારો થાય છે કેવી અદાથી જિંદગાની પર!


જો ઉર્મિઓ જીવિત છે તો જગત પણ એક દી’જોશે,

બુઢાપામાં જીવનને લાવશું પાછું જવાની પર.


ન તૂટી જાય આ ગરદન નમી આભારના ભારે!

હવે બસ કર, ન કર તું મ્હેરબાની મ્હેરબાની પર.


મરે છે મ્હેરબાની પર તો ‘ઘાયલ’ છે, મરે કોઇ!

જીવ્યો છું ને હજુ જીવીશ હું ના મ્હેરબાની પર.

હું કદી વીજની જેમ દેખાઉં છું,
હું ય સરસીજની જેમ દેખાઉં છું,
નીરખે છે મને લોક ભેગા થઈ,
હું ય આ બીજની જેમ દેખાઉં છું.

અશ્રૂ ભાળૂં તો અશ્રૂ સારું છું,
રંગ જોઈને રૂપ ધારું છું;
સૌ વિચારે છે પોતપોતાનું,
હું બધાના વતી વિચારું છું.

રંગ લાગ્યો છે ભલે સંગ તણો,
રંજ એ વાતનો તલભાર નથી
તું નિરંજન'ને નિરાકાર હશે,
હું નિરંજન કે નિરાકાર નથી.

વંચિત વધુ રહીશ સુરાથી તો માનજે,
માર્યો તરસનો મૂર્તસુરાલય બની જઈશ,
ઓ કાળ, ફાવશે નહીં હંફાવી તું મને,
હું જો થયો હતાશ, હિમાલય બની જઈશ.


જતાં પહેલાં

એક બીજી નિગાહ કરતાં જાવ,
દિલની દુનિયા તબાહ કરતા જાવ,
શી જરૂર છે આશાની ય હવે-
નષ્ટ આરામગાહ કરતા જાવ.

રંગીન મોસમ

આંખમાં રસ, શ્વાસમાં ફોરામ હતી,
વાત કંઈ હર વાતમાં મોઘમ હતી;
જીંદગી કે હારી બેઠા જે અમે-
કેટલી રંગીન એ મોસમ હતી.

મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે

આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે

આકરા તાપમાં િફલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે

જાણીજોઇ ભુલ કરે િદલ તોડવાની
પછી કહે કેટલો કુલ છે

રંગમાં આવીને એવો રંગ લાવી જાઉં છું,
ગુલ કદી ખીલ્યાં ન હો એવાં ખિલાવી જાઉં છું.

મૌનમાં ક્યારેક વાતો કંઇ સુણાવી જાઉં છું,
વાતમાં કયારેક મર્મો કંઇ છુપાવી જાઉં છું.

ગૌણ છે મારી નજરમાં મિત્રના અવગુણ બધા,
પુષ્પ નજદીક હું કંટક હટાવી જાઉં છું.

તુજ મિલનમાં પણ ખરે મુજને મજા મળતી નથી,
એ જુદી છે વાત કે મનને મનાવી જાઉં છું.

હે જીવન-કડવાશ, મુજને તું નહી મારી શકે!
ઝેર જેવા ઝેરને પણ હું પચાવી જાઉં છું.

કોણ કે’છે ભાન કંઇ રહેતુ નથી પીધા પછી?
બા’ર પીને હું બરાબર ઘેર આવી જાઉં છું.

કાલ ‘ઘાયલ’, છેહ દેવાના મને તેઓ જરૂર.
આજ તો જો કે ઘણા મિત્રો બનાવી જાઉં છું.

અણુશક્તિની બોલબાલાના સોગન,
ગજબની જમાનેય હિંમત કરી છે;
કરી છે નવી શોધ આફતની જગમાં,
કયામતની પહેલાં કયામત કરી છે.

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કગે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, 'ઘાયલ',
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

“ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.” - ઘાયલ

“દુશ્મનો તો મર્દ છે,ટકરાય સામી છાતીએ.
પીઠ પાછલ ઘા કરે એ દોસ્ત હોવા જોઇએ.” - ?

હું નથી આ પાર કે તે પારનો,
મુક્ત યાત્રી છું હું પારાવારનો
વૃદ્ધ છું કિન્તુ નીરસ કે જડ નથી
રૂક્ષ છું પણ સ્ત્રોત છું રસધારનો
ભોગ છપ્પન નિત્ય સ્પર્શે છે ચરણ
દેવદુર્લભ થાળ છું કંસારનો
આમ હું આધારને શોધ્યા કરું
આમ હું આધાર છું આધારનો !
હોય વિધ્નો હોય કષ્ટો તોય પણ
પ્રાણ મારા આ મુલક છે પ્યારનો

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

આગળ પાછળ
આવળ બાવળ

ડગલે પગલે
દ્રષ્ટિના છળ

માથે લટકે
મણ મણની પળ

મેરુઓ પણ
મનન ચંચળ

એના વચનો
ડોકના આંચળ

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

હુદયના કોડીયે લોહીના શબ બળે તે ગઝલ,
વીરહ્, ઉજાગરા,મ્ંથનમાં ટળવળે તે ગઝલ,

રમત ગઝલને સમજનારા, આવ તને સમજાવું,
કશુંક છાતીમાં તુટે ને તરફડે તે ગઝલ.....................


શું કરું મારા રુદનની સાબીનતી નું શું કરું ?
એક પળ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ........

ઘણાં વરસો પછી આવ્યા છો એનો એ પુરાવો છે,
જે મહેંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી છે............

લાજ ના ભાવથી નમી તે ગઝલ,
જે પ્રથમ દ્રષ્ટેીએ ગમી તે ગઝલ,

એતો છે ચીજ સર્વ મોસમની
િનત્ય લાગે જે મોસમી તે ગઝલ,

લીટી એકાદ સામ્ભળી 'ઘાયલ'
હલબલી જાય આદમી તે ગઝલ,

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં જામ, આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર.


જર જોઇએ, મને ન ઝવેરાત જોઇએ,

ના જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;

તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,

મારે તો દોસ્ત તારી મુલાકાત જોઇએ.

ઉલ્લાસની ઉમંગની અથવા વિષાદની,
ફરિયાદની હો વાત, કે હો વાત યાદની;
થાતી નથી મુરખને કોઇ વાતની અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી...
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી...

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને...
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે...
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી

શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ "ઘાયલ"
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !


પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.


કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.


વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે.

તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.
મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું.

કહો તો રોઇ દેખાડું , કહો તો ગાઇ દેખાડું
નજરમાં બેઉ શકિઓ હું છાની લઇને આવ્યો છું.

- અમૃત ઘાયલ

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં 'ઘાયલ', આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

Saturday, May 12, 2007

ન કોઇ મળ્યું દિવસો ફરવાનું કારણ
બની ગઇ હવા દીપ ઠરવાનું કારણ

હું કારણના જંગલમાં ભટક્યા કરું છું
છે મુઠ્ઠીનો ખાલીપો ભરવાનું કારણ

ન સંભળાય કોઇનો ઝાંખો ય પગરવ
તો ભીંતો ! છે શું કાન ધરવાનું કારણ ?

હું આંખોને શા કારણે છેતરું છું ?
છે શું લીલા પર્ણો ચીતરવાનું કારણ ?

હું પારાની માફક વીખેરાઇ બેઠો
છે કોઇનો ખોબો નીતરવાનું કારણ

સદીઓથી શોધી રહ્યાં વૃક્ષ એને
મળે છે જ ક્યાં પર્ણ ખરવાનું કારણ ?

તુંય હિંમત કમાલ રાખે છે,
સૂર્ય સામે મશાલ રાખે છે.

છત બધાંને તેં એક આપી છે,
કેમ વચ્ચે દીવાલ રાખે છે !

એ અહીં આવે તો ખરાને દોસ્ત !
એ બધાંની ટપાલ રાખે છે.

મૌન યા શબ્દ કે હો આંસુ પણ,
એ ઇબાદત બહાલ રાખે છે.

શક્ય છે એ મને નહીં ભૂલે !
ગાંઠ બાંધી રૂમાલ રાખે છે.

રંગી દેશે તને ગઝલ એની,
કાફિયામાં ગુલાલ રાખે છે !

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

ધરતીને નહીં ઢાંકપિછોડો
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.

મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

આપણે સાથે રમવા બેઠાં
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.

હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

અંચઇનું કોઇ નામ નહીં
કે અંચઇનું કોઇ કામ નહીં,
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.

કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે ?

હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે ?

કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે ?

મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે ?

ભાગ્યમાં ના રાત કાળી જોઇએ
હો ભલે છલના, રૂપાળી જોઇએ.

હોય જો એકાંત ઠંડુગાર તો
એક બે યાદો હૂંફાળી જોઇએ.

એકલો હું ગાઉં એ પૂરતું નથી
તાલમાં એની યે તાળી જોઇએ.

કેમ રોકાશે પીડાનું પૂર આ
ચાલને ગઝલોમાં વાળી જોઇએ.

પ્રેમ તો વનફૂલ છે ઊગશે સહજ
માવજત એને ન માળી જોઇએ.

આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે -
જાણે કે છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

પહેલી પહેલી વાર કર્યો છે ;
હા, અમે પણ પ્યાર કર્યો છે.

આર કર્યો છે, પાર કર્યો છે ;
આંખોનો ઉદ્ધાર કર્યો છે.
પ્રેમમાં એના બોળી-બોળી,
દિલનો તારે-તાર કર્યો છે.
મેં કહી દીધું બધ્ધું એને,
એણે પણ એકરાર કર્યો છે.

ઊંડા ઊંડા જખ્મો દીધા,
ને કહે છે ઉપચાર કર્યો છે !
એમ જુએ એ મારી સામે,
જાણે કે ઉપકાર કર્યો છે !
‘નિનાદ’ બીજું તો શું જોઇએ ?
યાર જેવો મેં યાર કર્યો છે !

જિંદગીનું નામ બીજું પ્રેમ છે,
ને ગણો તો એ બધાનો વહેમ છે.

સૌ કહે છે કે બધું બદલી ગયું,
ને ખરેખર તો હતું એ એમ છે.

આમ ચિંતા, દોસ્ત, નાહક કર નહીં –
હર કસોટી તો ખુદાની રહેમ છે.

કે હસું હું, કે રડું એ તો કહો,
ઘાવ દેનારા પૂછે છે : ‘કેમ છે ?’

ભીંત પર ટાંગું સ્વપ્ન કેરી છબી,
કેટલા યુગોથી ખાલી ફ્રેમ છે.

મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?

પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?

‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ;
જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ;
કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,
અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’છે હજી હું ભટકું છું, દિલ કે’છે કે મંજિલ આવી ગઇ,
જે દ્વાર ઉપર જઇ પહોંચું છું – મારું જ મને ઘર લાગે છે.

વિખરાઇ હશે કોઇની લટો એથી જ તો ખુશ્બુ છે ચોગમ,
આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં, તો શોક ન કરજો ‘સૈફ’ ઉપર,
રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.

મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર ?

શહેર પર ખાંગી થઇ વરસી પડી આખી વસંત
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું, કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
અને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું, કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.

હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.

મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.

મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.

જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હ્રદય તમને.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

સાવ અમારી જાત અલગ છે,
કરવી છે તે વાત અલગ છે ;

સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને
જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરિયેં,
આડી ઢાલ ધરી શું કરિયેં ;

અદીઠ રહીને મર્મ ભેદતા
અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ
ઝંઝાવાતો ઘોર સૂસવતા,

એ ય ભલે જાણી લેતા કે
તરણાની તાકાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું
હોવાને ઓગાળી નાખે,

એક ઘડી અળગું નવ લાગે,
સાજનની સોગાત અલગ છે !

ભરી સભામાં એક એમની
વાત અનોખી કાં લાગે આ ?

શબ્દો એના એ જ પરંતુ
પોત અલગ છે, ભાત અલગ છે !

મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે ?

ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંનાં જીવન જાણે બાકસનાં ખોખાં

લચ્યાં’તાં જે આંખે લીલા મોલ થઇને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો થઇ જાય ચોખ્ખા.

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે

વાત ખાલી હાથની કોને કરું
અહીં સિકંદરની હજારો લાશ છે

સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?

એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે

મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
બંધ બારીબારણાં.

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
આપણું તો કામ નહીં.

લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.

સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

મારે કાળજે
ઘૂંટ્યા કરતી, એની
યાદનું કેસર.

મારું જીવન
સરળ સીધી લીટી
તું પ્રશ્નાવલિ.

ફરકે ડાબી
આંખ સાવ ખોટી, તું
ક્યાં ફરકે છે ?

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે.

તારા પગલાં
જતાં જ, ઉજાગરો
થયો મે’માન.

નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.

એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’



છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે

સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ



છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે

બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.

આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.

હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

ડચકારા દઇને દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.
ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?
રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ
નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

તમે જો સાથ દેશો તો સ્વપ્ન મારું ફળી જશે,
નહીં જો સાથ દેશો તો ભરમ મારો ટળી જશે.

જીવનની આ સફર સીધી તમારા સાથ પૂરતી છે,
તમે જાશો પછી એ કોઇ પણ રસ્તે વળી જાશે.

ભલેને એના ઘરનાં બારણાં છે બંધ એથી શું ?
હશે કિસ્મતમાં મળવાનું તો રસ્તામાં મળી જાશે.

મને એ દુઃખ કે મારી વાત સાંભળતું નથી કોઇ,
તને એ ડર કે તારી વાત કોઇ સાંભળી જાશે.

કથામાં રૂપની ને પ્રેમની ખોટી જ વાતો કર,
ખરી વાતો અગર કરશે તો દુનિયા ખળભળી જાશે.

જરૂરત વીજની શી છે ? તણખલાંનો તો માળો છે,
કોઇ એમાં તિખારો મૂકશે તો પણ બળી જાશે.

રહી જશે પ્રહારો ઝીલનારા એકલો ઊભા,
ને પથ્થર ફેંકનારાઓ તો ટોળામાં ભળી જાશે.

સભામાં એમની ‘બેફામ’ એવી ગૂંગળામણ છે,
નહીં હું નીકળું તો જીવ મારો નીકળી જાશે.

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો ?
તમે કહો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઇ લ્યો કેવો ટેસ પડે છે !

તમે હાચું કીધું કે
મને paranoia થાય છે
એટલે જ મને લાગે છે કે
કોઇ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દેશદેશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’ થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઇ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઇ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.
એય કબૂલ કે
હું ‘feeling of passivity’ થી ઘેરાણો છું.

ને એટલે
મને કોઇ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઇ ડાહ્યાઉને કાંક ક્યો ને !

ને એક ખાનગી વાત કરી દઉં ?
મેં તો ક્યારનોય suicide કરી નાખ્યો હોય,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઇ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઇ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઇને શોધું છું ઇ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઇ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઇ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
reality ના દરિયામાં.

છેક દ્વારિકાથી દોડતા આવી, સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..

ફફડતા હૈયે જ્યાં પગ દીધો ફ્લેટમાં, ત્યાં ફાગણની કોયલ સંભળાઇ…..
સોફાઓ દેખીને સૂવા એ જાય, ત્યાં તાંદુલિયાં સ્વપ્નો વીસરાય…..
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ, બૂટ, સેટ, ટાઇ, વીંટેલી…..છેક…

પંખા, પલંગો, કબાટોને જોઇ પછી, ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાંયે કા’નાને થીજેલા જોઇ, ફોન ઉપાડી મોટેથી બોલે,
હાઉ આર યુ કા’ન ? જરા બિઝી છું યાર !
જો આ ઑફિસની ફાઇલો પડેલી…..છેક…

સનસેટ જોવાને બેઠા છે, સાંજે એ ગાર્ડનના ઝૂલે કમ્પાઉન્ડમાં
ફેશનિયાં છોકરાં ને ટોમીને લઇ, હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં
એના ચ્હેરે ગૉગલ્સ, સહેજ દુખતા મસલ્સ
હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી…..છેક…

ગોળગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર, એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમદોમ ફૂટી, ને દ્વારિકા તો દરિયે ડૂબેલી…..
ફાટેલી આંખોએ દંગ થઇ જોઇ, એના ફળિયામાં ફિયાટ પડેલી…..

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

પ્રિય ને તુજ નામ વચ્ચે મિત્ર લખવાનો વખત આવી ગયો,
એક શબ્દનો વધારો કાળજા પર ડામ ઊંડા દઇ ગયો.

મિત્ર શબ્દના નીકળતા અર્થ વિશે માન છે, પણ શું કરું ?
આમ આવીને વચોવચ કંઇ જ પણ સમજ્યા વિના બેસી ગયો.

કેમ આ સંબંધના બદલાવથી બદલાય છે સંબોધનો ?
પ્રશ્ન મેં એક જ ફક્ત પૂછ્યો તને એ પણ નિરુત્તર રહી ગયો.

અલ્પવિરામે ઘણીયે રાહ જોઇ તે છતાં જન્મ્યું નહીં,
નામ જ્યાં તારું લખ્યું ત્યાં પત્ર આખો ટાંક પર અટકી ગયો.

પેન અટકે શાહી છાંટું ને અચાનક લોહીના છાંટા ઊડે,
એક માણસ પેનની શાહી સમો અધવચ્ચેથી ખૂટી ગયો.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી ;
ઊડી ગઇ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતીક્ષાના રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઇ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાં’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઇની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઇ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઇ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઇ છે દશા આવી
હતાં તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઇ માનવ મઝારે છે કોઇ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે;
એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.

દેખાવમાં તો હાથની થોડી લકીર છે;
પણ એ જીવનની જાળના સૌએ અસીર છે.

ચંચળ નજરનાં એમ તો બેચાર તીર છે;
પણ તારું તીર એ જ છે જે દિલમાં સ્થિર છે.

દુઃખ એ જ છે કે કોઇ અહીં હમસફર નથી,
નહિ તો આ રાહના તો ઘણા રાહગીર છે.

કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં,
જેને હજાર હાથ છે એ દસ્તગીર છે.

ફેલાવવા ન દેશો કદી હાથ એમને,
રાખે છે મુઠ્ઠી બંધ એ સાચા ફકીર છે.

ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું,
મારામાં એક કૈસ છે તો કબીર છે.

જગને બતાવવામાં હવે રસ નથી મને
પહેલાં હતું જે એ જ હજી પણ ખમીર છે.

પ્રીતિની એ જ સાચી પીડા હોવી જોઇએ,
એ આવશે નહીં ને છતાં મન અધીર છે.

ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
’બેફામ’ જે કબરમાં છે એ તો શરીર છે.

હાથમાં કારોબાર રાખ્યો તેં
ને મને બારોબાર રાખ્યો તેં

એક ડગ છૂટથી ભરી ન શકું
ખીણની ધારોધાર રાખ્યો તેં

કોણ છું કોઇ દિ’ કળી ન શકું
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં

આંખમાં દઇ નિરાંતનું સપનું
દોડતો મારોમાર રાખ્યો તેં

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા
મોતની હારોહાર રાખ્યો તેં.

મનોજ ખંડેરિયા

ફૂલપાંદળી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં !

અધીર થઇને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો -
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…

વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તીશી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં.

તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં !

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.



મુકેશ જોશી

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ;
વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.

એક છોકરીના હાથથી રૂમાલ પડે
તે લેવા આખું યે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે
તે બાબત પર ઠેર ઠેર ગરમી

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી

કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને
તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે
જરા મોઢાંઓ માંજો ને શોભો !

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

ડોલતા ભુજંગ માથે હાથ પસવાર્યો અમે;
આપની જુલ્ફોના સોગન, યમને પડકાર્યો અમે.

બહુ થયું તો લોહી સીંચી જાળવી તાજપ અસલ,
નકલી ફૂલોથી કદી ના બાગ શણગાર્યો અમે.

દિલ મહીં ખૂંપી ગયા, નાદાન ખીલા ક્રૉસના,
પ્રેમ કાતિલ થઇ ગયો તોપણ નહીં વાર્યો અમે.

એક અટારીનું અચાનક તૂટવું ભારે પડ્યું !
આમ તો ભૂકંપને પણ ક્યારે ગણકાર્યો અમે ?

ખાંધ પર સુખદુઃખની કાવડ, કરમાં ઝોળી ધૈર્યની,
‘શૂન્ય’ એ રીતે જીવનનો બોજ વેંઢર્યો અમે.

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !



બકુલ ત્રિપાઠી

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !



શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ